મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં આવેલ ખડીયાપરા અને શક્તિનગરમાં સીટી બી ડિવિઝન પોલીસે જુગારના અલગ અલગ બે દરોડા પાડી બે મહિલા સહિત સાત જુગારીઓને ઝડપી લીધા હતા. જુગારના પ્રથમ દરોડામાં પોલીસે ખડીયાપરામાં દરોડો પાડી જાહેરમાં જુગારની મોજ માણતા અશોકભાઇ જયંતીભાઇ સાલાણી, પ્રેમજીભાઇ ઉર્ફે નાનુભાઇ નારાયણભાઇ રાણા, અલ્તાફભાઇ હૈદરભાઇ જેડા, શારદાબેન સુરેશભાઇ હિરાભાઇ કુમાદરા અને વિજ્યાબેન સુરેશભાઇ ગોવિંદભાઇ જાસલીયાને તીનપતિ રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 2950 કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે શક્તિનગરમાં જાહેરમાં જુગાર રમતા જુસબભાઇ મામદભાઇ મોવર અને ઇસ્માઇલભાઇ જીવાભાઇ વકાલીયાને પાના ટીચતા ઝડપી લઈ રોકડા રૂપિયા 5760 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.