રોકડ રૂ. 11,890 જપ્ત માળીયા (મી.) : માળીયા મીયાણા પોલીસે માળીયા તાલુકાના જુના સુલતાનપુર ગામની શેરીમાં જાહેરમાં ચાલતા તીનપત્તીના જુગારનો કેસ શોધી કાઢી આરોપીઓની અટકાયત કરી છે. આજે માળીયા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન માળીયા મીયાણા પોલીસ દ્વારા માળીયા તાલુકાના જુના સુલતાનપુર ગામની શેરીમા જાહેરમા તીનપત્તીનો જુગાર રમતા સાત શ્રમિકોને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે સુરેશભાઇ વિઠ્ઠલભાઇ સીતાપરા, જીગ્નેશભાઇ હરેશભાઇ સનરા, બાબુભાઇ ભવાનભાઇ ધંધાણીયા, મુનેશભાઇ બાબુભાઇ સીસોદા, જગદીશભાઇ ડાયાભાઇ સીતાપરા, અજયભાઇ ગોપાલભાઇ સુરેલા અને અજીતભાઇ ડાયાભાઇ સીતાપરા સામે ગુનો નોંધી કુલ રોકડ રૂ. 11,890 કબજે કરેલ છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..