મોરબી : મોરબી શહેરમાં બે સ્થળે જુગાર રમતા સાત શખ્સો પકડાયા છે. પોલીસ દ્વારા આ તમામ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. મોરબીમાં ખોખાણી શેરીમાં જાહેરમાં જુગાર રમતા સુરેશભાઇ કાનજીભાઇ માંડલીયા, દિપકભાઇ, ચંદ્રકાંતભાઇ નટવરલાલ પાટડીયા, હસમુખભાઇ નારણદાસ પરમાર અને વિનુભાઇ જમનાદાસ સુખદેવને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે રોકડ રૂ. 27,100 કબ્જે કર્યા છે. તેમજ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત, મોરબીના વીશીપરામાં વિજયનગરમાં જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતી રોન પોલીસનો જુગાર રમતા અહેમદભાઇ મામદભાઇ સુમરા અને બીપીનભાઇ લખમણભાઇ વાધેલાને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા રોકડ રૂ. 780 જપ્ત કરવામાં આવ્યા છે. અને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.