મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે વીસીપરામાં આવેલ ફલછાબ કોલોની બરફના કારખાના સામે જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા છ મહિલા સહિત સાત આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે આ તમામ આરોપીઓ સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે વીસીપરામાં આવેલ ફલછાબ કોલોની બરફના કારખાના સામે જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતી જુગાર રમતા આરોપીઓ ઇરફાનભાઇ રહીમભાઇ નારેજા, રૂક્ષાનાબેન ઇરફાનભાઇ નારેજા, જીલુબેન કરીમભાઇ સુમરા, મુમતાજબેન શબીરભાઇ સમા, મરીયમબેન મામદભાઇ સમા, જાનબાઇ રહીમભાઇ નારેજા, મરીયમબેન રહીમભાઇ સુમરાને ઝડપી લીધા હતા. તેમજ પોલીસ સ્થળ ઉપરથી રોકડા રૂપીયા ૨,૦૪૦ નો મુદામાલ કબ્જે કરી તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.