માળીયા : માળીયા - કચ્છ હાઇવે ઉપર માળીયા નજીક આવેલી આરામ હોટલ પાસે ગત તા.15ના રોજ આરજે - 13 - જીબી - 2651 નંબરના ટ્રક ચાલકે મુસાફરો ભરેલી અર્ટિકા કારને હડફેટે લઈ અકસ્માત સર્જતાં કારમાં બેઠેલા મહિલા સહિત સાત લોકોને ઇજાઓ પહોંચતા જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બેરાજા ગામે રહેતા અનિલભાઈ જગદીશભાઈ સોલંકી નામના યુવાને જોડિયા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.