મોરબી : વાંકાનેર તાલુકા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, ભલગામ ગામની સીમમાં ખરાબાની જમીનમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે.જે બાતમીના આધારે તાલુકા પોલીસે ભલગામ ખાતે દરોડો પાડતા ઉપરોક્ત સ્થળે આરોપી (૧) વસુભાઈ રઘુભાઈ ભાલીયા રહે.ભલગામ (૨) મધુબેન દિનેશભાઈ પંચાળ રહે. રહે.ખોડીયાર સોસાયટી,કન્યા શાળાની પાછળ, કોઠારીયા સોલ્વન્ટ, રાજકોટ (૩) લાખાભાઈ મનુભાઈ મેવાળા રહે.મેસરીયા તા.વાંકાનેર (૪) કાજલબેન જીતુભાઈ ગોહિલ રહે.કોઠારીયા સોલાવન્ટ, ૨૫ વારીયા ક્વાટર , મેલડીમાના મંદીરની પાસે, રાજકોટ (૫) નિલેશભાઈ દેવજીભાઈ કારડીયા રહે.૨૫ વારીયા ક્વાટર, નારાયણ નગર, કોઠારીયા સોલવન્ટ, ગોંડલ ચોકડી નજીક, રાજકોટ (૬) સુરેશભાઈ રાજુભાઈ પરમાર જાતે રાવળદેવ રહે.મેસરીયા તા.વાંકાનેર અને (૭) કાજલબેન શૈલેષભાઈ કારેણા રહે.ખોડીયાર સોસાયટી, કન્યા શાળાની પાછળ, કોઠારીયા સોલાવન્ટ, રાજકોટ વાળાઓ તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા.પોલીસે દરોડા સ્થળેથી રોકડા રૂપિયા ૧૩,૭૦૦ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.