એ ડિવિઝન પોલીસે રાત્રિના સમયે દરોડો પાડી રોકડા રૂ. 53,080 ના મુદ્દામાલ સાથે આરોપીઓની અટકાયત કરીમોરબી અપડેટ : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે લીલાપર કેનાલ રોડ પર એસ.પી. રોડના નાકા પાસે બોરીયાપાટી વિસ્તારમાં રાત્રિના સમયે જાહેરમાં જુગાર રમતા 7 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 53,080 નો રોકડ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસને બાતમી મળી હતી કે બોરીયાપાટી વિસ્તારમાં રાજેશભાઈ ઘેલાભાઈ કંજારીયાના ઘર પાસે ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે અમુક ઈસમો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે તારીખ 17/09/2026 ના રોજ રાત્રે 01:00 વાગ્યે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ગોળ કુંડાળું વળીને જુગાર રમતા 7 શખ્સો મળી આવ્યા હતા.પોલીસે પકડી પાડેલા આરોપીઓ1. રાજેશભાઈ ઘેલાભાઈ કંજારીયા (ઉ.વ. 43) - રોકડા રૂ. 54802. ભગવાનજીભાઈ અવચરભાઈ નકુમ (ઉ.વ. 48) - રોકડા રૂ. 72003. સુરેશભાઈ લખમણભાઈ નકુમ (ઉ.વ. 44) - રોકડા રૂ. 70004. સંજયભાઈ અરજણભાઈ જાદવ (ઉ.વ. 27) - રોકડા રૂ. 46005. દેવરાજભાઈ મુળજીભાઈ પરમાર (ઉ.વ. 32) - રોકડા રૂ. 81006. નારણભાઈ છગનભાઈ પરમાર (ઉ.વ. 44) - રોકડા રૂ. 75007. જગદીશભાઈ દામજીભાઈ ડાભી (ઉ.વ. 32) - રોકડા રૂ. 6700આ તમામ આરોપીઓ મોરબીના બોરીયાપાટી વિસ્તારના રહેવાસી છે. પોલીસે આરોપીઓ પાસેથી અને જુગારના પટમાંથી મળેલા રોકડા રૂ. 6500 મળીને કુલ રૂ. 53,080 ની રોકડ અને ગંજીપત્તાના 52 પાના કબજે કર્યા છે. તમામ 7 આરોપીઓ સામે જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધી આ કેસની વધુ તપાસ પીએસઆઈ નમ્રતાબેન અરવિંદદાન ગઢવી ચલાવી રહ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiPolice #GamblingRaid #CrimeNews #LilaparCanalRoad #BoriyaPat