રણછોડનગરમાં અલગ અલગ બે દરોડામાં છ મહિલા સહિત 12 પકડાયા મોરબી : મોરબીના સામાકાંઠે રણછોડનગરમાં જાહેરમાં જુગારની મજા માણી રહેલા લીલા, લલિતા, સંગીતા સહિત પાંચ મહિલા અને બે પુરુષોને સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી લઈ રોકડા રૂપિયા 10,280 કબ્જે કર્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રણછોડનગરમાં રામ પાન વાળી શેરીમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા પંકજભાઇ ઉર્ફે લાલો જીવરાજભાઇ પરમાર, સંજયભાઇ મુકેશભાઇ ડાભી, લલીતાબેન બળદેવભાઇ નિમાવત, નીમુબેન નાનજીભાઇ ગોહિલ, લીલાબેન હમીરભાઇ મકવાણા, સંગીતાબેન શૈલેષભાઇ ઇન્દરીયા અને શર્મીષ્ઠાબેન ગીરધરભાઇ પટેલને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,280 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આજ સ્થળે બીજા દરોડામાં પોલીસે ફિરોજભાઇ હાજીભાઇ ખુંભીયા, ચિરાગભાઇ ભાયલાલભાઇ જોશી, પ્રશાંતભાઇ બળદેવભાઇ નિમાવત, કરીમભાઇ બાલુભાઇ બ્લોચ અને રેખાબેન હરેશભાઇ ગૈાસ્વામીને રામપાનવાળી શેરીમાં તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 12,630 કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.