હળવદ : હળવદ તાલુકાના ડુંગરપુર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસ ટીમે દરોડો પાડી સાત જુગારીઓને પાના ટીચતા ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ તેજપાલસિંહ ઝાલાને મળે બાતમીને આધારે પોલીસ ટીમે દરોડો પાડતા વિક્રમભાઇ ગણેશભાઇ મહરણીયા, પહેલાદભાઇ કરશનભાઇ સુરાણી, રોહિતભાઈ પ્રભુભાઇ ફિસરીયા, જયસુખભાઈ હેમુભાઇ સિરીયા, સંતરામભાઈ અવચરભાઇ વિઠ્ઠલાપરા, વિજયભાઇ દેવરાજભાઇ ફીસડીયા અને અજીતભાઈ લખમણભાઇ જખવાડીયા પાના ટીચતા ઝડપાઇ જતા પોલીસે રોકડા રૂપિયા 12,600 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. સફળ કામગીરી હળવદ પીઆઇ એમ.વી.પટેલ, હેડ કોન્સ્ટેબલ કિશોરભાઇ સોલગામા, કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ ઝાલા, તેજપાલસિંહ ઝાલા, ગંભીરસિંહ ચૌહાણ, બીપીનભાઇ પરમાર તથા મલેશભાઇ પરમાર સહિતના સ્ટાફે કરી હતી.