મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર રણછોડનગરમા સીટી બી ડિવિઝન પોલીસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી ચાર મહિલા સહિત સાત જુગારીઓને રોકડા રૂપિયા 13,380 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન નવલખી રોડ ઉપર રણછોડનગરમા સાંઈબાબા મંદિર પાછળ જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન આરોપી અલીમામદભાઇ જુમાભાઇ સુમરા, નુરમામદભાઇ મહમદહાસમ બુખારી, શૌકતભાઇ ઇસ્માઇલભાઇ સાયચા, શેરબાનુબેન રફીકભાઇ પઠાણ, રેશ્માબેન ઉર્ફે રસીદાબેન સદામભાઇ પઠાણ, દેવુબેન ઉર્ફે રેવાબેન પોલાભાઇ વાણીયા અને લલીતાબેન ઉર્ફે લીલાબેન શાંતીલાલ મારૂને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.