મોરબી: આગામી તા. 29મી ઓક્ટોબર, કારતક સુદ સાતમના પવિત્ર દિવસે પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતી નિમિત્તે મોરબી સ્થિત જલારામ ધામ દ્વારા સપ્તવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ ધાર્મિક ઉત્સવની શરૂઆત સવારે 06:30 કલાકે પ્રભાતધૂનથી થશે. ત્યારબાદ સવારે 09:30 કલાકે અન્નકૂટ દર્શન યોજાશે, જેના દર્શનનો લાભ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લેશે. દિવસ દરમિયાન અન્ય મુખ્ય કાર્યક્રમોમાં બપોરે 11:00 કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટિંગ, બપોરે 12 કલાકે મહાઆરતી અને તુરંત બાદ બપોરે 12:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. તેમજ બપોરે 02:30 કલાકે પૂ. જલારામ બાપાનું પૂજન કરવામાં આવશે.જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે બપોરે 04:00 કલાકે સૌથી આકર્ષક કાર્યક્રમ યોજાશે. આ સમયે શ્રી લોહાણા મહાજન-મોરબી સહિતની જ્ઞાતિની વિવિધ સંસ્થાઓ દ્વારા ભવ્ય, દિવ્ય, અલૌકિક તેમજ અવિસ્મરણીય 'સરપ્રાઈઝ' કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવશે. આ સરપ્રાઈઝ કાર્યક્રમનું આયોજન લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ જ્ઞાતિ એકતા પ્રદર્શિત કરીને પૂ. જલારામ બાપાની આરાધના કરવાનો છે. આ અવસરે વિવિધ ક્ષેત્રોમાં સર્વોચ્ચ સ્થાન ધરાવતા ગુજરાતના વિવિધ શહેરોના લોહાણા સમાજના મહાનુભવો ખાસ ઉપસ્થિત રહેશે.જો કે, કાર્યક્રમની 'સરપ્રાઈઝ' પ્રકૃતિ જાળવી રાખવા માટે કાર્યક્રમની રૂપરેખા તેમજ ક્યા મહાનુભવો ઉપસ્થિત રહેશે તેની માહિતી હાલમાં જાહેર કરવામાં આવી નથી. આ સરપ્રાઈઝ કાર્યક્રમ બાબતની તમામ માહિતી ટૂંક સમયમાં સમસ્ત લોહાણા સમાજને જાહેર કરવામાં આવશે.