મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ મોરબીના NSS એકમ દ્વારા ખાખરાળા ગામે ખાતે તા. 5-2-2025 થી 11-2-2025 સુધી સાત દિવસ માટે ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે આગમન સાથે સમગ્ર ખાખરાળા ગામને આવરી લઈ સૂત્રોચ્ચાર સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નજીકના વિસ્તારમાં લોક સંપર્ક કરવામાં આવ્યો હતો. બપોર બાદ ઉદ્ઘાટન સમારોહમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટીના મંત્રી રજનીભાઈ મહેતા, જી. જે. શેઠ કોમર્સ કોલેજના આચાર્ય ગરમોરા, એમ. એમ. સાયન્સ કોલેજના આચાર્ય માંડવીયા, NSS ઓફિસર ચૌધરી, ખાખરાળા ગામના સરપંચ નાગદાનભાઈ, ખાખરાળા પ્રાથમિક તાલુકા શાળાના શિક્ષક જોશી હાજર રહ્યા હતા. NSSની સ્વયંસેવિકા બહેનોએ પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારબાદ NSSનું લક્ષ્યગીત પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. રામભાઈ વારોતરીયાએ પ્રાસંગિક વક્તવ્યમાં NSS સંદર્ભે વિગતે માહિતીલક્ષ્મી ઉદ્ભોધન કર્યું હતું. NSSના સ્વયંસેવક ભાઈઓ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ સમારોહમાં મહાનુભાવોએ પ્રેરક પ્રવચનો આપ્યા હતા. ઉપરાંત સ્વયંસેવક અજય ધોરીયાનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. સ્વયંસેવક નિખિલ કુંભરવાડીયાએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા તથા અસ્મિતા સોનગરાએ એકપાત્રીય અભિનય પ્રસ્તુત કર્યું હતું. આભાર વિધિ બંસી બાલાસરાએ કરી હતી. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા ડો. કવિતાબા ઝાલાએ કર્યું હતું.