મોરબી પોલીસે અપરાધિક પ્રવૃત્તિ કરતા સાત શખ્સો વિરુદ્ધ પાસાનું શાસ્ત્ર ઉગામતા ગુન્હેગારોમાં ફફડાટ મોરબી : મોરબી જિલ્લાને ગુંડાગીરીથી મુક્ત કરવા પોલીસે અસામાજિક તત્વો સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યુ છે. જેમાં દારૂ, મારમારી સહિતના ગુનામાં સંડોવયેલા ફિરિયો, પ્રવિણા અને મીટર સહિતના સાત જેટલા શખ્સોને પાસા હેઠળ પોલીસે જેલભેગા કરી દીધા છે અને પોલીસે આ પોલીસે સાતેય શખ્સોને અલગ અલગ જેલમાં ધકેલી દીધા હતા. એકીસાથે સાત શખ્સો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી થતા અસામાજિક લોબીમાં ફફડાટ મચી ગયો છે. મોરબી જિલ્લાને અસામાજિક તત્વોથી મુક્ત બનાવી શાંતિનું વાતાવરણ બની રહે તે માટે એસ.પી. એસ.આર.ઓડેદરાએ એલસીબી સહિતની પોલીસે અસામાજિક તત્વો સામે કડક.હાથ કામ લેવાના આદેશો જારી કર્યા હતા. જેમાં દારૂ, મારમારી સહિતના ગુન્હામાં સંડોવયેલા બુટલેગરો અને માથાભારે ઈસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની તાકીદ કરતા એલસીબીના માર્ગદર્શન હેઠળ મોરબી એ ડિવિઝન, ટંકારા, વાંકાનેરની અલગ અલગ પોલીસ ટીમો બનાવી દારૂ, મારામારી સહિતના ગુન્હામાં સંડોવયેલા સાત જેટલા બુટલેગરો અને માથાભારે ઈસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની યાદી તૈયાર કરી જિલ્લા કલેકટરને દરખાસ્ત માટે મોકલી હતી. જિલ્લા કલેકટરે આ તમામ આરોપીઓ સામેની પાસાની દરખાસ્ત ઉપર મંજુરીની મહોર મારી દેતા પોલીસે બુટલેગરો ફિરોજ ઉર્ફે ફિરિયો હાસમભાઈ મેણું, પ્રવીણા નાથાભાઈ ગાંગડિયા, ખિયારામ મંગરામ બેનિવાલ, સલીમભાઈ ઇકબાલભાઈ શેખ, રવિરાજસિંહ અમરસંગ ઝાલા તથા માથાભારે ઈસમો જયદીપભાઈ બાબભાઈ બોસિયા અને જાહિદ ઉર્ફે મીટર અલીભાઈ પલેજાની પાસા હેઠળ અટકાયત કરીને સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ એમ અલગ અલગ જેલમાં મોકલી દીધા છે. જો કે, એકસાથે સાત શખ્સો સામે પાસા હેઠળ કાર્યવાહી થતા અસામાજિક તત્વોમાં ફફડાટ મચી ગયો છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..