મોરબી : લોકડાઉન વચ્ચે સરકાર દ્વારા રાજ્યભરના ક્લાર્ક અને રેવન્યુ તલાટી મળીને 789 ને પ્રમોશન આપવામાં આવ્યા છે જેમાં મોરબી જિલ્લાના સાત ક્લાર્કને નાયબ મામલતદાર તરીકેની બઢતી આપવામાં આવી છે.માળિયાની મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જે સી.કુંડારિયા ,ટંકારામાં મતદાર યાદીમાં ફરજ બજાવતા કિરણ રોય ,ટંકારા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા પૂનમબેન અજાણી ,હળવદ મામલતદાર કચેરીના ચિંતન આચાર્ય ,મોરબી ચૂંટણી શાખાના જે.વી.મન્સૂરી ,ટંકારાના ધ્વનિ રામાનુજને ક્લાર્કમાંથી નાયબ મામલતદારનું પ્રમોશન આપવામાં આવ્યું છે.