મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વિશિપરા વિસ્તારમાં આવેલ રોહિદાસપરામા દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા સાત ઇસમોને રોકડા રૂપિયા 13,230 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે વિશિપરા વિસ્તારમાં આવેલ રોહિદાસપરામા વરંડા નજીક દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા ભુપેન્દ્ર ઉર્ફે હાથી ગોવીંદભાઇ ચૌહાણ, મનીષભાઇ લક્ષમણભાઇ વાઘેલા, જીજ્ઞેશભાઇ મનસુખભાઇ મકવાણા, આસીફભાઇ યુનુશભાઇ સુમરા, ગૌતમભાઇ ઉર્ફે ગવો દલપતભાઇ ચૌહાણ, હાસમ ઉર્ફે રાજા જુમાભાઇ સુમરા અને શબીરભાઇ કાસમભાઇ સુમરાને તીનપતિનો જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 13,230 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.