હળવદ : હળવદમાં પોલીસ દ્વારા રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપી પાડવામાં આવ્યા છે. અને આરોપીઓ પાસેથી રોકડ રૂ. 18,850 જપ્ત કરવામાં આવ્યા છે. હળવદમાં કરાચી કોલોનીમાં જનકસિંહ ચંદ્રસિંહ ઝાલાના મકાનમાં ગેરકાયદે ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો રોન પોલીસનો જુગાર રમતા જનકસિંહ ચંદ્રસિંહ ઝાલા, જાવેદભાઇ એહમદભાઇ કલાડીયા, જનકભાઇ ગુણવંતરાય પંચોલી, સંજયભાઇ ગીરધરભાઇ ગાંધી, પ્રફુલભાઇ દિવ્યેશ્વરભાઇ મહેતા, અનીલભાઇ કેશવલાલ સોલંકી અને સુરેશભાઇ કાંતીભાઇ ચાવડાની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 18,850 કબ્જે કર્યા છે. તેમજ આરોપીઓ સામે હળવદ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.