વેચનાર અને ખરીદનાર સામે બજરંગ દળના કાર્યકર્તા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈહળવદ : હળવદ હાઇવે પર આવેલ મોરબી ચોકડી પાસે કતલખાને લઈ જવાતા સાત ઘેટાને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા બચાવી લેવાયા છે. સાથે જ આ બનાવમાં ઘેટા વેચનાર તેમજ લેનાર શખ્સ સહિત કુલ ચાર સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.બનાવની જાણતી વિગતો મુજબ હળવદ હાઇવે પર આવેલ મોરબી ચોકડી પાસે સીએનજી રીક્ષામાં ગેરકાયદેસર ઘેટાં ભરી પસાર થતા બે શખ્સોને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા અટકાવી પૂછપરછ કરાતા આ ઘેટા કતલખાને ધકેલાઈ રહ્યા હોવાનું સામે આવ્યું હતું.જેથી સીએનજી રીક્ષા જીજે 36 યુ 7330 તેમજ સાત ઘેટા કિંમત રૂપિયા 14000 ને હળવદ પોલીસ મથકે લઈ આવી બજરંગ દળના કાર્યકર્તા કિરણભાઈ પંડ્યા એ ઘેટા વેચનાર છેલાભાઈ ભરવાડ રહે.કોપેણી તેમજ સીએનજી રીક્ષામાં ઘેટાં ભરી કતલખાને પહોંચાડવાની વ્યવસ્થા કરનાર જીતુભાઈ સલાટ અને રાજુભાઈ સલાટ રહે બંને નવા જાંબુડીયા તા.વાંકાનેર તેમજ જે જગ્યાએ ઘેટા પહોંચાડવાના હતા તે ઈસ્માઈલ ખાટકી રહે મોરબી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.