મોરબી : મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ સંવેદના દિનની ઉજવણી નિમિતે મોરબીના સામાકાંઠે માં નવરાત્રી મહોત્સવ, સાઈ ગાર્ડન, ઉમા ટાઉનશીપ મેઈન રોડ ખાતે આવતીકાલે તા.30 ને શનિવારે સવારે 9 થી સાંજના 5 દરમિયાન સ્થાનિક લોકોની રજુઆતોનો સ્થળ ઉપર ઉકેલ માટે સેવાસેતુનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાસેતુના કાર્યક્રમમાં આવક, જાતિ, ક્રિમિલિયર, ડોમીસાઇલના દાખલા, રેશનકાર્ડને લગતી અરજીઓ, સમાજ કલ્યાણની વિવિધ યોજના, વરિષ્ઠ સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, વીજળીને લગતા પ્રશ્નોનો સ્થળ ઉપર નિરાકરણ કરાશે. તેથી આ કાર્યક્રમનો સ્થાનિક લોકોને લાભ લેવા ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ પાલિકાની એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન સુરેશભાઈ દેસાઈએ અપીલ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..