મોરબી : ટંકારાના સેવાભાવી બીપીનભાઈ પ્રજાપતિએ વરસાદી આફત વેળાએ અસરગ્રસ્તો માટે માત્ર 4 જ કલાકમાં 2 હજાર ફૂડ પેકેટ તૈયાર કર્યા હતા. જેમાં 500 પેકેટ ટંકારાના આરએસએસ ગ્રુપ દ્વારા તૈયાર કરાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કુદરતી કે માનવસર્જિત આફત વેળાએ બીપીનભાઈ પ્રજાપતિ હંમેશા તેઓનું યોગદાન આપે છે. તેમ યાદીમાં જણાવાયું છે.