૮૦૦થી વધુ લોકોને મળ્યો સરકારી યોજનાઓનો લાભટંકારા : ટંકારા તાલુકાના હરબટીયાળી અને હમીરપર ગામે તા. ૦૯-૦૩-૨૦૨૬, સોમવારના રોજ સેવા સેતુ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બંને ગામોના ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમનો લાભ લીધો હતો.હરબટીયાળી ગામમાં મામલતદારના સીધા સુપરવિઝન હેઠળ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે હમીરપર ગામમાં તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. હમીરપર ખાતે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.બપોરના સમયે વિવિધ આગેવાનોએ આ કાર્યક્રમની રૂબરૂ મુલાકાત લીધી હતી અને જુદા-જુદા સરકારી વિભાગો દ્વારા થતી કામગીરી નિહાળી હતી. આજના આ બંને સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત કુલ ૮૦૦થી વધુ લોકોને વિવિધ સરકારી યોજનાકીય સેવાઓ સ્થળ પર જ પૂરી પાડવામાં આવી હતી. આ તકે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષના કાર્યકરો તેમજ હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા.#MorbiUpdate #TankaraNews #Tankara #SevaSetu #MorbiNews #Gujarat