તા.25એ કલ્યાણપર અને વાઘગઢ તેમજ તા.3એ અમરાપર અને પ્રભુનગરમાં કેમ્પ યોજાશેમોરબી અપડેટ (ટંકારા) : ટંકારા તાલુકાના નાગરિકોને સરકારી સેવાઓનો લાભ ઘરઆંગણે મળી રહે તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા સેવા સેતુ 2.1 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ટંકારા તાલુકાના વિવિધ ક્લસ્ટરમાં નાગરિકોના પ્રશ્નોના નિકાલ માટે તારીખ 25/08/2026 થી આ કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે.તારીખ 25/08/2026 ને શુક્રવારના રોજ કલ્યાણપર ક્લસ્ટરનો સેવા સેતુ કાર્યક્રમ કલ્યાણપર પ્રાથમિક શાળા ખાતે સવારે 09:00 થી સાંજના 05:00 કલાક સુધી યોજાશે. આ કેમ્પમાં બગાવળી, દેવળીયા, ઓટાળા, ખાખરા, સાવડી, સરાયા, હીરાપર, નેસડા(સુ), કલ્યાણપર અને જબલપુર ગામના લોકો લાભ લઈ શકશે. આ કાર્યક્રમનું સુપરવિઝન મામલતદાર ટંકારા કરશે.એ જ દિવસે, એટલે કે 25/08/2026 ના રોજ વાઘગઢ ક્લસ્ટરનો કાર્યક્રમ વાઘગઢ પ્રાથમિક શાળા ખાતે સવારે 08:00 થી સાંજના 05:00 કલાક સુધી યોજાશે. જેમાં ગજડી, ઘુનડા(ખા), નેસડા(ખા), મહેન્દ્રપુર-ઉમીયાનગર, નસીતપર, નાના રામપર, નાના ખીજડીયા, મોટા ખીજડીયા, મેઘપર(ઝા) અને વાઘગઢ ગામના લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેમ્પનું સુપરવિઝન તાલુકા વિકાસ અધિકારી ટંકારા સંભાળશે.તારીખ 03/10/2026 ને શનિવારના રોજ અમરાપર ક્લસ્ટરનો કેમ્પ અમરાપર પ્રાથમિક શાળા ખાતે સવારે 08:00 થી સાંજના 05:00 કલાક દરમિયાન યોજાશે. આ ક્લસ્ટરમાં વીરપર, રાજાવડ-ધ્રુવનગર, લખધીરગઢ, હડમતીયા, સજનપર, અમરાપર, ટોળ, જીવાપર (ટ), હરબટીયાળી, ભુતકોટડા અને હરીપર ગામનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ મામલતદાર ટંકારાના સુપરવિઝન હેઠળ યોજાશે.જ્યારે પ્રભુનગર ક્લસ્ટર માટેનો કાર્યક્રમ તારીખ 03/10/2027 ને શનિવારના રોજ પ્રભુનગર પ્રાથમિક શાળા ખાતે સવારે 08:00 થી સાંજના 05:00 કલાક સુધી રાખવામાં આવ્યો છે. જેમાં મીતાણા-પ્રભુનગર, છતર, વાછકપર, હમીરપર, ધ્રોલીયા, વીરવાવ-ગણેશપર, નેકનામ, સખપર, રોહીશાળા અને જોધપર (ઝા) ગામના લોકો લાભ લઈ શકશે. આ કેમ્પનું સુપરવિઝન તાલુકા વિકાસ અધિકારી ટંકારા દ્વારા કરવામાં આવશે.#MorbiUpdate #Tankara #SevaSetu #MorbiNews #GujaratGovt