મોરબી : આશાપુરા મિત્ર મંડળ ગ્રીન ચોક દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 20/9/22 થી તા. 25/9/22 સુધી માતાના મઢ જતા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન કરાયું છે. આ સેવા કેમ્પ ભુજ થી 13 કિલોમીટર નજીક, દુધઈ રોડ, કંઢેરાઇના પાટીયા પાસે પધ્ધર ગામ નજીક શરૂ કરાયો છે. પદયાત્રીકો માટેના આ સેવા કેમ્પમાં રહેવા, જમવાની, ચા-નાસ્તો તેમજ 24 કલાક મેડિકલ સુવિધાઓ આપવામાં આવશે. આશાપુરા મિત્ર મંડળ ગ્રીન ચોક મોરબી દ્વારા અગાઉ આઠ વર્ષ વાહનો દ્વારા તેમજ છેલ્લા 12 વર્ષથી સેવા કેમ્પ દ્વારા પદયાત્રીકોની સેવા કરવામાં આવી રહી છે. પદયાત્રીકોને આ સેવા કેમ્પનો લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે. વધુ વિગત માટે અશ્વિનભાઈ ઉભડિયા (99130 52330), પ્રફુલભાઈ પાટડીયા (98792 71793), મનુભાઈ બરાસરા 98791 75277), હિમાંશુ પારેખ (81609 57939), પારસ પટેલ (98981 52867)નો સંપર્ક કરવા જણાવ્યું છે.