મોરબી : તાજેતરમાં થયેલ અતિભારે વરસાદના લિધે ગુજરાતના વિવિધ વિસ્તારો અતિવૃષ્ટિ અને પુરના કારણે જાનમાલ ઘણું જ નુકશાન થયેલ છે. આવા કપરા સમયે મોરબી જીલ્લાથી વિવિધ સેવાભાવી લોકો, સંસ્થાઓ અને ગામો દ્વારા ખુબ જ પ્રશંસનીય રીતે અસરગ્રસ્ત વિસ્તારોમાં સહાય અને સેવાની કામગીરી કરવામાં આવી છે. આવા સેવાકીય કાર્ય કરનાર લોકો, સંસ્થાઓ અને ગામો ના જાહેર સન્માનનો કાર્યક્રમ સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો હેતુ લોકોમાં જે સેવાભાવના છે તેમાં વધારો થાય અને વધારે માં વધારે લોકો આવા કાર્યોમાંથી પ્રેરણા લઈને સેવાના માર્ગે પ્રસ્થાન કરે તેમજ માનવ સેવા એજ પ્રભુ સેવા ને ચરિતાર્થ કરે તે છે. ઉપરાંત સેવાકીય કાર્યો કરતા લોકો, સંસ્થાઓ અને ગામો ના સમાજમાં સન્માન વધે અને આવા સેવાકાર્યો હરહંમેશ થતા રહે જેથી સમાજમાં સમભાવ ની ભાવના વધે. આવા શુભ હેતુઓ સાથે આ કાર્યક્રમ સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમ માટે સન્માનીય સહાય કાર્ય કરેલ હોય તેવા લોકો, સંસ્થાઓ કે ગામો ની સંપર્ક માહિતી અમો ને તારીખ : ૧૦-૦૮-૨૦૧૭ સુધીમાં આપી સહયોગ આપવા વિનંતી છે. આ માહિતી આપવા માટે નીચેના સરનામે અથવા મોબાઇલ નંબર પર કોન્ટેક કરવા વિનંતી. સરનામું : સેતુબંધ ફાઉન્ડેશન, રાજધાની કોમ્પ્લેક્ષ, નવા બસ સ્ટેન્ડની સામે, શનાળા રોડ, મોરબી. મોબાઇલ નંબર : ૯૮૨૫૧૩૯૯૯૨, ૯૪૦૮૫૨૭૦૦૭