મોરબી શહેરના પાવન પાર્કમાં બનેલા બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાઇ મોરબી : મોરબીના નવા જાંબુડિયા ગામ નજીક મિનરલ પ્લાન્ટ માટે ઉધારમાં બેલ્ટ ખરીદી લાવનાર મેનેજરના શેઠે બાકી રકમ ન ચૂકવતા વેપારીએ મેનેજરને ગાળો આપતા ગભરાઈ ગયેલા મેનેજરે જાતે બ્લેડના છેકા મારી દેતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવા જાંબુડિયા નજીક આવેલ ગોકુલ મિનરલ્સ પ્લાન્ટના મેનેજર ભાવેશભાઈ પ્રેમજીભાઈ ગોહેલ તેમના શેઠ આંનદભાઈના કહેવાથી ઘૂંટુ રોડ ઉપર આવેલ રાધે એન્ટરપ્રાઇઝમાંથી આરોપી મયુરભાઈ મૂંધવા પાસેથી રૂ.70 હજારના બે બેલ્ટ ચલણથી લાવ્યા હતા. બાદમાં આ કારખાનું આનંદભાઈએ બંધ કરી દેતા બેલ્ટના પૈસાની અવાર નવાર ઉઘરાણી કરી આરોપી મયુરભાઈ મૂંધવાએ મેનજરને ગાળો આપી હોય, ધમકીથી ડરી જઈ મેનેજર ભાવેશભાઈએ જાતે પોતાના હાથમાં બ્લેડથી ચેકો મારી દેતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.