મોરબી : મોરબી જિલ્લાના કુંભારીયા ગામમાં વિવિધ સેવા પ્રકલ્પ માટે ખડે પગે સેવા આપનાર સેવાભાવી લોકોનું સરપંચ તથા અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કુંભારીયા ગામમાં સેવાભાવીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સેવાભાવીઓ દેત્રોજા મણીભાઈ બેચરભાઈ અને જાડેજા છત્રસિંહનું ગામનાં સરપંચ કાન્તીભાઈ, માળીયા તાલુકાના ઉપપ્રમુખ સવજીભાઈ તથા ઉપસરપંચ રમેશભાઈ સહિત ગામના આગેવાનો દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દેત્રોજા મણીભાઈ બેચરભાઈ એ તેમના માતુશ્રી સ્વ. મોતીબેનની યાદમાં ગામમાં ઘાટ બનાવી આપી ગામને ઉપયોગી થયા છે. તેમજ જાડેજા છત્રસિંહ ગામમાં 500થી વધુ ઝાડ વાવી તેનો ઉછેર કરે છે. આ સેવા બદલ તેઓ બંનેનું સન્માન કરવામાં આવ્યું હતું. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..