મોરબી : મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામે આવેલા રામધન આશ્રમના રતનબેનના દાદીમાની પુણ્યતિથિ નિમિત્તે સેવા કાર્યો કરવામાં આવ્યા હતા. રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાના શિષ્યા રતનબેનના દાદીમાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે તેના પરિવાર દ્વારા વ્રુધ્ધાશ્રમમાં ભોજન, વૃક્ષારોપણ, રોપા વિતરણ, ગાયોને ઘાસ, જરૂરિયાતમંદોને વસ્ત્રો, બાળકોને નાસ્તો આપી સદગતને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વધુમાં, કોરોનામાં મૃત્યુ પામેલા આત્માઓની શાંતિ માટે ધૂનનું આયોજન મર્યાદિત લોકોની હાજરીમાં કરવામાં આવેલ હતું. તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવવામાં આવ્યું છે.