મોરબી : મોરબીના વાંકડા ગામે આવેલ રોકડનાથ મહાવીરની જગ્યા ખાતે સંત ઉદાસી હરિપ્રસાદજીની 59મી પુણ્યતિથી નિમીત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીની શ્યામ હોસ્પિટલની ટીમ દ્વારા તા. 24ના બપોરના 2 થી 4 કલાકે ફ્રી નિદાન કેમ્પ અને 4 થી 6 કલાકે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં વાંકડા ગામના સેવાભાવી ડો. ચંદ્રેશભાઈ વડગાસિયા તેમજ ડો. ઋષિ વાંસદડીયા, ડો. યશ જે. કડીવાર, ડો. ગુંજન પટેલ વિનામુલ્યે નિદાન કેમ્પમાં સેવા આપશે. આ સાથે સાંજે 6 કલાકે મહાપ્રસાદ તેમજ રાત્રે 10 કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધવલ બારોટ અને રાહુલ રાવળ, અશોક ગોંડલીયા, રાજુ મકવાણા વેગડ સાઉન્ડના સથવારે ભવ્ય સંતવાણી કાર્યક્રમ પ્રસ્તુત કરશે. આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સૌ ધર્મપ્રિય જનતાને શ્રી ગુરૂ આશ્રમમાં સેવકગણ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.