રોટરી કબલ અને ઇન્ટરેક્ટ કબલ દ્વારા જુના કપડાં અને ફટાકડા એકત્ર કરી જરૂરિયાતમંદોને આપવાનું સેવાકાર્ય હાથ ધરાયુ મોરબી : દિવાળી એટલે અંતરમાં ઉજાસ પ્રગટાવવાનું પર્વ બીજાને ખુશીઓ આપીને એ ખુશી પોતે અનુભવી એટલે દિવાળીની સાચી ઉજવણી. દિવાળીના સાચા મર્મને દીપવવા માટે રોટરી કબલ અને ઇન્ટરેક્ટ કબલ દ્વારા સાર્થક પ્રયાસ કરાયો છે. જેમાં આ સંસ્થા દ્વારા જુના કપડાં અને ફટાકડા એકત્ર કરી જરૂરિયાતમંદોને આપવાનું સેવાકાર્ય હાથ ધરાયુ છે. મોરબીમાં રોટરી કબલ અને ઇન્ટરેક્ટ કબલ દ્વારા જરૂરિયાતમંદો પણ દિવાળી પર્વની ઉજવણી કરી શકે તે માટે એમના જીવનમાં અંધકાર દૂર કરી પ્રકાશ પાથરીને ખુશીઓ આપવા માટે એક અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. હજુ પણ ઘણા એવા ગરીબ પરિવારો છે કે જેઓ પોતાના માટે કે બાળકો માટે દિવાળીમાં નવા કપડાં કે ફટાકડા લઈ શકતા નથી. આવા લોકો દિવાળીની ખુશીઓથી જોજનો દૂર રહે છે. ત્યારે આવા ગરીબ લોકો પણ દિવાળી ઉજવી શકે તે માટે આ સંસ્થાઓ દ્વારા પહેરવા યોગ્ય જુના કપડાં એકત્ર કરવાનું શરૂ સદકાર્ય કરવામાં આવ્યું છે. જેમાં 30, 31 ઓક્ટોબરે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ વિદ્યાલય પાસે સવારે 10 થી 1 અને સાંજે 4 થી 8 દરમિયાન લોકો પાસેથી જુના કપડાં એકત્ર કરવામાં આવશે અને કપડાં એકત્ર કરીને જરૂરિયાતમંદો સુધી પહોંચાડાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..