ખેડૂતોના હક્ક, અધિકાર અને ન્યાયની લડતમાં તન, મન અને ધનથી પડખે ઊભા રહેવાની ખાતરી આપતા ફાઉન્ડેશનના પ્રમુખ અજય લોરિયા, 51000 રૂપિયાની આર્થિક મદદ કરીમોરબી : મોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતો દ્વારા ગુજરાત કિસાન ઉપવાસ છાવણી શરૂ કરીને આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. ખેડૂતોની આ લડતને હવે વિવિધ સામાજિક સંસ્થાઓનો સાથ મળી રહ્યો છે, ત્યારે મોરબીના 'સેવા એ જ સંપત્તિ' ફાઉન્ડેશન દ્વારા પણ ખેડૂતોના હક્ક અને અધિકારની આ લડતને જાહેર સમર્થન પૂરું પાડવામાં આવ્યું છે.'સેવા એ જ સંપત્તિ' ફાઉન્ડેશનના સ્થાપક અને પ્રમુખ અજય લોરિયા દ્વારા એક લેખિત પત્ર મારફતે આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. પત્રમાં જણાવાયું છે કે, જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને અને ખેડૂતોની ન્યાય માટેની લડતમાં 'સેવા એ જ સંપત્તિ' ફાઉન્ડેશન તન, મન અને ધનથી સંપૂર્ણ સમર્થન આપે છે.સાથે જ, આ લડતમાં ખેડૂત ભાઈઓને મદદરૂપ થવાના આશયથી અજય લોરિયા દ્વારા પોતાના તરફથી 51000 રૂપિયાની આર્થિક મદદ પણ અર્પણ કરવામાં આવી છે. રાષ્ટ્રસેવામાં હંમેશા અગ્રેસર રહેતા ફાઉન્ડેશન દ્વારા ખેડૂતોના હિતમાં કરાયેલી આ પહેલથી આંદોલનકારીઓને મોટું નૈતિક બળ પૂરું પડ્યું છે.#Morbi #MorbiUpdate #Jetpar #KisanAndolan #AjayLoria #SevaEJSampatti #FarmerProtest #MorbiNews #GujaratFarmers