મોરબી : કચ્છમાં હાજીપીર જતા પદયાત્રીકો માટે મોરબીના વિરપરડા ગામના પાટીયા પાસે હાજીપીર સેવા કેમ્પ સમિતિ વિરપરડા દ્વારા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 35 વર્ષથી આ સેવા કેમ્પનું આયોજન સુમરા પરિવાર વિરપરડા દ્વારા કરવામાં આવે છે.તારીખ 14 એપ્રિલ થી 20 એપ્રિલ સુધી મોરબીના વિરપરડા ગામ હાજીપીર સેવા કેમ્પ સમિતિ દ્વારા પીપળીયા ચાર રસ્તા થી 4 કિમી આગળ જામનગર હાઇવે પર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પમાં પદયાત્રીકોને રહેવા, જમવા, ચા-નાસ્તો, મેડિકલ સુવિધા 24 કલાક આપવામાં આવી રહી છે. આ કેમ્પનો લાભ લેવા પદયાત્રીકોને અનુરોધ કરાયો છે.