ગારીયા : નવરાત્રી દરમ્યાન માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ગારીયા ગામ સમસ્ત દ્વારા શ્રી આશાપુરા યુવા ગૃપ દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પનું આયોજન તા. 17-9-2025 થી 23-9-2025 દરમ્યાન 8એ નેશનલ હાઇવે ગારિયાના પાટિયા ખાતે કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં પદયાત્રીઓ માટે રહેવા, નાવા તથા મેડિકલ સુવિધાઓ તેમજ પ્રસાદ અને ભોજનની વ્યવસ્થા કરેલ છે.