01-10-2026 થી શરૂ થતા આ કેમ્પમાં ભોજન, આરામ અને મેડિકલ સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશેમોરબી અપડેટ: માળિયા તાલુકાના હરીપર ગામ નજીક, સુરજબારી પુલ પાસે આવેલ દેવ સોલ્ટ ખાતે આગામી તારીખ 01-10-2026 થી પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ તરફ દર્શનાર્થે જતા પદયાત્રીઓની સેવામાં અનેક લોકો અને સંસ્થાઓ જોડાયા છે.આ કેમ્પમાં પદયાત્રીઓ માટે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેમાં સુવા માટે આરામદાયક સુવિધા, સવારે, બપોરે તથા રાત્રે ભોજન પ્રસાદ, શેરડીનો રસ, મેડિકલ સુવિધા અને મોબાઈલ ચાર્જર સુવિધાનો સમાવેશ થાય છે. પદયાત્રીઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે આયોજકો દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે.આ સેવા કાર્યમાં પટેલ વિજય ટીમ્બર માર્ટ (મોરબી), રંગોલી લેમીનેટ પ્રાઈવેટ લિમિટેડ (મોરબી), દેવ સોલ્ટ પ્રાઈવેટ લિમિટેડ (માળિયા), શંકર ટ્રેડર્સ (ગાંધીધામ) અને શંકર વુડલેમ (ગાંધીધામ) નો સહયોગ પ્રાપ્ત થયો છે.આ કેમ્પને સફળ બનાવવા માટે હરદેવસિંહ જાડેજા, ધમભા જાડેજા, દિલીપસિંહ જાડેજા (9979100333), દયારામભાઈ ડાયાણી (9825246551), અશ્વિનભાઈ માકડીયા (9824189143), વેલાભાઈ આહીર (9825226868), હરેશભાઇ વિડજા (9879619300), ભાવેશ પટેલ (9328374748) અને મહેન્દ્રભાઈ સદાતિયા (9879835775) ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે પદયાત્રીઓ ઉપરોક્ત નંબર પર સંપર્ક કરી શકે છે.#Morbi #MorbiUpdate #Maliya #Haripar #PadayatriCamp #SevaCamp #MataNoMadh #Kutch