મોરબી : કચ્છમાં આશાપુરા માતાના મઢે જતા પદયાત્રીઓ માટે મોરબી જિલ્લા કરણી સેનાના ઉપપ્રમુખ પ્રતાપસિંહ જાડેજા (વિરપરડા) આગેવાની હેઠળ તથા આશાપુરા ગ્રુપ દ્વારા નખત્રાણા ગામ નજીક સેવાકેમ્પનું આયોજન કરેલ છે. જેમાં પદયાત્રીઓને મેડિકલની પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમજ બંને ગ્રુપ દ્વારા પદયાત્રીકોને પ્રસાદીનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત, પદયાત્રીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય અથવા કોઈ જરૂરિયાત હોય ત્યારે ઈમરજન્સી હેલ્પલાઈન નંબર – 9624622222 પર સંપર્ક કરવાનું યાદીમાં જણાવવામાં આવ્યું છે.