મોરબી : મોરબી નગરપાલિકા વોર્ડ નં.13 એસએસસી શાળામાં રાજ્ય સરકારની સુચના મુજબ મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેવાસેતુનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.જેમાં મોટાભાગની આવેલ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. મોરબી નગરપાલિકા વોર્ડ નં.13 એસએસસી શાળામાં રાજ્ય સરકારની સુચના મુજબ મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેવાસેતુનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન કે.પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં સીટી મામલતદાર રૂપાપરા,મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરયા,વોર્ડ નં.13ના વિસ્તારના ચેરમેન જશવંતીબેન સોનગરા તથા જસાભાઈ સોનગરા,કે.કે.પરમાર,જીઈબીના અધિકારી,નગરપાલિકા અને વહીવટી તંત્રના તમામ અધિકારી તેમજ વિસ્તારના લાભાર્થી પ્રજાજનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ હતો.આ કાર્યક્રમમાં 250 જેટલી અરજી આવી હતી.જેમાંથી મોટાભાગની અરજીઓનો નિકાલ કર્યાંનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો.જો કે આધારકાર્ડ અને ઈ-શ્રમ કાર્ડ કઢાવવા આવનારને સર્વર ડાઉનના કારણે ધરમના ધક્કા થયા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..