જન્મ મરણના દાખલા માટે આવતા અરજદારોને હાલાકીમોરબી : મોરબી નગરપાલિકામાં અવારનવાર સર્વરના ધાંધિયાના કારણે અરજદારો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આજે પણ જન્મ-મરણ વિભાગમાં સર્વર ડાઉન હોવાના કારણે લોકોને પરેશાની ભોગવવી પડી છે.મોરબી નગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં આજે સર્વર ડાઉન હોવાના કારણે કામગીરી માટે આવેલા અરજદારોને પરેશાન થવું પડ્યું છે. ધીમી કામગીરીના કારણે લોકોને કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડ્યું છે. ખાસ કરીને બાળકોને સાથે લઈને આવતા મહિલા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. લોકોની ફરિયાદ છે કે અવાર નવાર સર્વર ડાઉન હોવાના કારણે કામગીરી ધીમી ચાલતી હોય છે ત્યારે આ સમસ્યાનું સમાધાન કરવામાં આવે તેવી લોકોની માંગ છે.