મોરબી : મોરબીના પંચાસર ગામના વતની અને હાલ મોરબીની યદુનંદન સોસાયટીમાં રહેતા મહાવીરસિંહ ઝાલાને ગઈકાલે રાત્રે અંદાજે 1 લાખથી વધુ કિંમતનો એપલ 11પ્રો ઉમિયા સર્કલ પાસેથી મળ્યો હતો. તેઓએ પ્રામાણિકતા દાખવીને મોબાઈલના મૂળ માલિક એવા પોલીસ કોન્સ્ટેબલ સંદીપકુમાર ભિલાને પરત સોંપી દીધો હતો.