વાંકાનેર : વાંકાનેર તાલુકા રાતાવિરડા ગામની પાછળ આવેલ કેપરોન સિરામિક કારખાના પાસે ટ્રકચાલકે અચાનક ટ્રક રિવર્સમાં લેતા એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ હતી. ગત તા. 9ના રોજ વાંકાનેર તાલુકા રાતાવિરડા ગામની પાછળ આવેલ કેપરોન સિરામિક કારખાના પાસે ટ્રકચાલક કુકારામ જોરારામ ચૌધરી (રહે. ગામ જાનાદેસર, તા. લુની, જી. જોધપુર (રાજસ્થાન))એ ટ્રક ટ્રેલર નં. આરજે-૧૯-જીબી-૮૩૨૧ને બેદરકારીથી ગફલત ભરી રીતે પાછળ જોયા વગર રીવર્સમા ચલાવ્યું હતું. તેથી, ત્યાં પાછળ માટીના ઢગલા ઉપર બેઠેલ વિનોદ પંગલાભાઇ મુનીયાના બન્ને પગથી સાથળ ઉપર પાછળના ટાયરનો ખાલી સાઇડનો જોટો ફેરવાઈ જતા તેને બન્ને પગમા ફ્રેક્ચર તથા ગુપ્ત ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ગઈકાલે તા. 10ના રોજ પ્રકાશભાઇ અમરશીભાઇ ગુડાસણા (ઉ.વ. ૩૬, ધંધો વેપાર, રહે. મોરબી, રવાપર ગામ, ઉમીયા સોસાયટી, ગીતાંજલી હાઇટ્સ)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બનાવની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટ્રકચાલક કુકારામ જોરારામ ચૌધરી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.