વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા અભયભાઈ પ્રેમજીભાઈ વોરા ઉ.19 નામનો યુવાન છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી કોઈને કહ્યા વગર ચાલ્યો ગયો હોવાથી તેમના મોટાભાઈ ઉત્સવભાઈએ વાંકાનેર પોલીસ મથકમાં લાપતા થયેલા અભયભાઈની શોધખોળ કરવા પોલીસ સમક્ષ ગુમસુધા નોંધ અરજી આપી છે. જો કોઈને લાપતા બનેલા અભયભાઈ વિશે માહિતી મળે તો મોબાઈલ નંબર 8128514336 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.