મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામની સીમમાં આવેલ ફેકટરીના લેબર ક્વાર્ટરમાં સીડી ઉપર રમી રહેલા બાળકે રમતા-રમતા લોખંડના વાયરનું લંગરીયુ વીજતારમાં નાખતા વીજ શોક લગતા બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામની સીમમાં સરોવર પોર્ટીકો હોટલની પાછળ આવેલ વિનાયક પોલી પ્લાસ્ટ ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા પહલેસિંહ ઉર્ફે પાલસિંહ ડબલેસિંહ પરીયાર નામના શ્રમિકનો પુત્ર સંતોષ પહલેસિંહ ઉર્ફે પાલસિંહ ડબલેસિંહ પરીયાર ઉ.11 લેબર ક્વાટરની સીડી ઉપર રમતો હતો ત્યારે રમતા રમતા લોખંડના વાયરનું લંગરીયુ બનાવી નજીકમાંથી પસાર થતી ચાલુ વીજ લાઈનમાં નાખતા ઇલેકટ્રીક શોટ લાગતા બંન્ને હાથે તેમજ શરીરે ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.