વાંકાનેર : વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે રહેતા ભાવેશભાઇ મકવાણાની પુત્રી કિંજલબેન તેમની વાડીએ રહેણાંક મકાન પાસે રમતી હતી ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી જતા કિંજલબેનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.