નવા ખાતા અને FDની પાસબુક માટે 3 મહિના સુધીનું વેઇટિંગ, પાસબુકનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા ઉમિયા સિનિયર સિટીઝન ક્લબની માંગમોરબી અપડેટ: મોરબી પોસ્ટ ઓફિસમાં છેલ્લા ઘણા સમયથી નવા ખાતા અને ફિક્સ ડિપોઝીટ (FD) માટેની પાસબુકની ભારે અછત જોવા મળી રહી છે. જેના કારણે ગ્રાહકો, ખાસ કરીને સિનિયર સિટીઝનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે ઉમિયા સિનિયર સિટીઝન ક્લબ મોરબી દ્વારા પોસ્ટ ઓફિસના સુપ્રિટેન્ડન્ટને લેખિત રજૂઆત કરવામાં આવી છે.ઉમિયા સિનિયર સિટીઝન ક્લબ મોરબીના પ્રમુખે રજૂઆતમાં જણાવ્યું છે કે, હાલની પરિસ્થિતિમાં ખાતું ખોલાવ્યા બાદ પાસબુક મેળવવા માટે 3 મહિના જેટલો લાંબો સમય રાહ જોવી પડે છે. પાસબુક એ ગ્રાહકના ખાતા અને FDની લેવડદેવડ તેમજ વિગતો માટેનો મહત્વનો દસ્તાવેજ છે. પાસબુક લાંબા સમય સુધી ન મળવાને કારણે ગ્રાહકો પોતાના ખાતાની માહિતી જાણી શકતા નથી. સિનિયર સિટીઝન ગ્રાહકોને પાસબુક માટે પોસ્ટ ઓફિસે વારંવાર ધક્કા ખાવા પડે છે, જેનાથી તેમને ભારે અગવડતા અને માનસિક પરેશાની ભોગવવી પડે છે.આ ગંભીર સમસ્યાના નિરાકરણ માટે ક્લબ દ્વારા નીચે મુજબની માંગણીઓ કરવામાં આવી છે:-નવા ખાતા તથા FDની પાસબુકની અછત તાત્કાલિક દૂર કરવામાં આવે.-પોસ્ટ ઓફિસમાં પૂરતા પ્રમાણમાં પાસબુકનો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવે.-ખાતું ખોલાવ્યા અથવા FD કરાવ્યા બાદ ગ્રાહકને બને તેટલી વહેલી તકે પાસબુક આપવામાં આવે.-લાંબા સમયથી બાકી રહેલી પાસબુક પણ તાત્કાલિક ઉપલબ્ધ કરાવી ગ્રાહકોને આપવામાં આવે.આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ક્લબ દ્વારા અપેક્ષા રાખવામાં આવી છે.#Morbi #MorbiNews #MorbiUpdate #PostOffice #SeniorCitizens #PassbookIssue #GujaratNews