મોરબી : મોરબી જિલ્લા પેન્શનર સમાજ દ્વારા આગામી સામાન્ય સભામાં 70 વર્ષ પુરા કરનાર વડીલ પેન્શનરોનું સન્માન કરવામાં આવનાર હોવાથી મંડળના નોંધાયેલ પેન્શનરોને વિગતો મોકલી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. પેન્શનર સમાજ મોરબી દ્વારા તા.31-12-2018 ના રોજ 70 વર્ષ પૂર્ણ કરનાર વડીલ પેન્શનરોનું સન્માન કરવા નક્કી કરાયું છે અને આગામી સામાન્ય સભામાં આ સન્માન સમારોહ યોજવાનો હોય તા.1થી 30 નવેમ્બર દરમિયાન કાર્યલય ખાતે પી.પી.ઓ બુકની ઝેરોક્સ અને ફોટો સહિતની વિગતો સાથે ફોર્મ ભરી જવા યાદીમાં જણાવાયું છે જો કે અગાઉ જે વડીલોનું સન્માન થયું છે તેમણે આ ફોર્મ ભરવાના નથી તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે.