મકરાણી સ્ટ્રીટના રહીશો દ્વારા ગટર સફાઇ કરવા બાબતે નગરપાલિકાને રજૂઆત મોરબી : મોરબીના નાની બજાર વિસ્તારની ગટર સફાઇ કરવા બાબતે સ્થાનિકો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. મોરબીમાં નાની બજારના મકરાણી વિસ્તારમાં દરરોજ ગટર ઉભરાવાની સમસ્યા થાય છે. સ્થાનિકોએ આ સમસ્યા અંગે સંબંધિત સફાઇ વિભાગને જાણ કરી છે. તેઓએ આ ગટરને સાફ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગટર આગળથી કોઈ અન્ય જગ્યાએથી અવરોધિત છે. જેથી, તેઓ ગટરનું અવરોધ સાફ કરવામાં અસમર્થ હતા. જે જગ્યા પર અવરોધ છે, ત્યાંના મેનહોલનું ઢાંકણું કોઈએ કાટમાળ અને ધૂળ નખાવાથી બંધ થઇ ગયા છે. ધૂળ અને કાટમાળ એટલો બધો છે કે સફાઇ કરનારા કર્મચારીઓ માટે મેનહોલ ખોલવાનું શક્ય નથી. ગટરની આ સમસ્યા આ વિસ્તારમાં રહેતા તમામ લોકોના સ્વાથ્ય માટે ખતરો ઉભી કરી રહી છે. તેથી, સફાઇ કર્મચારીઓને જરૂરી મશીનરી સાથે મોકલો અને આ ગટરનો અવરોધ સાફ કરાવી આપો. તેવી રજૂઆત કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..