મોરબી: સ્ત્રી સુરક્ષા સંગઠન મોરબી તથા મોરબી એ ડિવિઝન પોલીસની 'શી ટીમ' દ્વારા મોરબી સ્થિત Omvvim કોલેજ ખાતે વિમેન્સ સેફ્ટી તથા મહિલા જાગૃતિ અંતર્ગત એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓ અને વિદ્યાર્થીનીઓને તેમની સુરક્ષા અને અધિકારો અંગે જાગૃત કરી તેમનો આત્મવિશ્વાસ વધારવાનો હતો.આ સેમિનારમાં સ્ત્રી સુરક્ષા સંગઠનના સંસ્થાપક દેવાંશ હિરાણી, પ્રમુખ યુગ પૂજારા અને મેહુલ પરમાર, તેમજ મોરબી શહેર બજરંગદળના પ્રચાર પ્રસારક યશ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, વિદ્યાર્થીનીઓને કાયદાકીય અને સુરક્ષા અંગેનું યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા માટે મોરબી એ ડિવિઝન 'શી ટીમ'ના PSI નમ્રતા ગઢવી અને તેમની સમગ્ર ટીમ હાજર રહી હતી.#Morbi #MorbiUpdate #WomensSafety #SheTeamMorbi #OmvvimCollege #MorbiPolice #WomenEmpowerment