મોરબી : મોરબીના પ્રધાનમંત્રી કૌશલકેન્દ્રમાં નારી સશક્તિકરણ અંગે સેમિનાર યોજાયો હતો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ગઈકાલે તા. 5ના રોજ પ્રધાનમંત્રી કૌશલકેન્દ્ર ખાતે નારી સશક્તિકરણ અંગે એક પ્રેરણાત્મક સેમિનાર યોજાયો હતો. જેમાં તાલીમ પામેલ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અને પોતાની ટ્રેનિંગ અને કાર્યના અનુભવ વિષે વાત કરી હતી. આ સેમિનારમાં આલોક દવે, રાજીવ ચાવડા, જલ્પા સાદરીયા, જીજ્ઞા શેરસીયા તેમજ સેન્ટર મેનેજર નીરવ ભાલોડીયા એ મહિલા દિવસનું મહત્વ, નારી શક્તિ, આર્થિક સ્વતંત્રતા, સ્વનિર્ભરતા, આર્થિક મૂલ્યો, જાતીય સમાનતા અને મહિલાઓ માટે સ્કીલ ડેવલોપમેન્ટ વિષે મહત્વપૂર્ણ ચર્ચા કરી માર્ગદર્શન આપેલ અને ઉપસ્થિત મહિલાઓને પ્રેરણા પુરી પાડી હતી. સેમિનારને સફળ બનાવવા માટે સ્ટાફ મેમ્બરોએ ખાસ યોગદાન આપેલ હતું.