મોરબી : આજરોજ નીટ સ્કૂલમાં યોગ ગુરૂ જીજ્ઞેશભાઈ પંડિત દ્વારા 'સુપર બ્રેઇન યોગા' ઉપર એક સેમિનાર યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું સંચાલન રોટેરીયન રશેષભાઈ મહેતાએ ખૂબજ સરસ રીતે કર્યું હતું અને આ પ્રોજેકટમાં રોટરી પ્રમુખ અમિતભાઈ, રોટ. અશોકભાઈ, રોટ. રશેષભાઈ, મનીષાબેન તથા ગીતાબેન હાજર રહ્યા હતા. આ તકે પ્રોજેકટ ચેરમેન પકાશભાઈ દોશીએ સર્વેનો આભાર માન્યો હતો.