મોરબી: આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમી સંચાલિત શ્રી સાધના વિધાલય, મોરબી દ્વારા 07 જાન્યુઆરી 2026ના રોજ એક મહત્વપૂર્ણ શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વિદ્યાર્થીઓને ભારતીય ન્યાય સંહિતા અને સાયબર સિક્યુરિટી જેવા સમકાલીન વિષયો પર સ્માર્ટબોર્ડ દ્વારા પ્રેઝન્ટેશન આપીને વિસ્તૃત માહિતગાર કરવામાં આવ્યા હતા.આશરે 100થી વધુ વિદ્યાર્થીઓએ આ સેમિનારનો લાભ લીધો હતો. આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને દેશની નવી ન્યાય પ્રણાલીની સમજ આપવાનો અને સાયબર ફ્રોડ તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેવા માટે જાગૃત કરવાનો હતો, જે શાળા પરિવાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર સેમિનારનું નેતૃત્વ શાળાના આચાર્ય વિશાલ એમ. વિડજાએ કર્યું હતું. આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમીના ચેરમેન પ્રસાદ ગોરીયાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં, આચાર્ય વિશાલ એમ. વિડજાએ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.