ધોરણ 9 અને 11 ની વિદ્યાર્થીનીઓને સાયબર સુરક્ષા, સોશિયલ મીડિયાના દુષ્પ્રભાવ અને નશામુક્તિ અંગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા માર્ગદર્શન અપાયુંમોરબી : આજના ડિજિટલ યુગમાં દીકરીઓ મોબાઈલ અને સોશિયલ મીડિયાના માધ્યમથી છેતરપિંડી કે અન્ય ગુનાઓનો ભોગ ન બને તે હેતુથી મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે 'દીકરીઓનું ડિજિટલ ડેવલપમેન્ટ' નામના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં શાળામાં અભ્યાસ કરતી ધોરણ 9 અને 11 ની દીકરીઓને જાગૃત કરવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને અન્ય અતિથિઓ દ્વારા દીકરીઓને માર્ગદર્શન આપતા જણાવાયું હતું કે, વર્તમાન સમયમાં મોબાઈલ એપ દ્વારા દીકરીઓને ફસાવવાના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે તેમાંથી કઈ રીતે બચવું અને સોશિયલ મીડિયાનો સુરક્ષિત ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત મોબાઈલથી થતા સાયબર ક્રાઈમ વિશે પણ સમજણ આપવામાં આવી હતી. આ જ કાર્યક્રમમાં 'નો ડ્રગ્સ ડે' (No Drugs Day) અંતર્ગત નશામુક્તિ અભિયાન અંગે પણ જાગૃતિ લાવવાનો સઘન પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ચાઇલ્ડ હેલ્પ લાઇન 1098, 181 મહિલા હેલ્પ લાઇન, 1033 સાયબર ક્રાઈમ વિશે પણ તમામ માહિતી આપવામાં આવી હતી.દીકરીઓની સુરક્ષા અને જાગૃતિ માટેના આ સેમિનારમાં જિલ્લા સમાજ સુરક્ષા તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમમાંથી આવેલા (સોશિયલ મોબીલાઈઝ) રંજનબેન મકવાણા, કાજલબેન ચંડીભમર (એડવોકેટ અને નોટરી), મોરબી જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ, સાર્થક વિદ્યામંદિરના શિક્ષકો તેમજ અન્ય અતિથિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શાળાના સંચાલક કિશોર શુક્લ તથા શિલ્પાબા ગઢવી તેમજ શાળાના અન્ય શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું.#Morbi #MorbiUpdate #SarthakVidyamandir #DigitalDevelopment #CyberSafety #WomenEmpowerment #NoDrugsDay #MorbiNews