શાંતિ ફિઝિયોથેરાપી ક્લિનિકની ૧૭મી વર્ષગાંઠની અનોખી રીતે ઉજવણીનું આયોજન મોરબી : મોરબીના બગથળા ગામના વતની એવા ડો.ભાવેશ ભાઈ ઠોરીયાએ ઉચ્ચ અભ્યાસ કરી આજથી ૧૭ વર્ષ પહેલા મોરબી શહેરની અંદર સૌપ્રથમ ફીઝીયોથેરાપી ક્લીનીકની સ્થાપના શહેરના સાવસર પ્લોટ ખાતે શાંતિ ફીઝીયોથેરાપી ક્લીનીકના નામથી કરી હતી. આ ક્લીનીકને ૧૭ વર્ષ પૂર્ણ થતા હોય તેની ઉજવણી અનોખી રીતે કરવાનુ ડો.ભાવેશ ઠોરીયાએ નક્કી કર્યુ છે. જેમા આગામી રવિવાર તા.૨૮-૭-૨૦૧૯ની રોજ સવારે ૧૦:૩૦ થી ૧૨ કલાક દરમિયાન શહેરના ટાઉનહોલ ખાતે મોરબી જીલ્લા ના તમામ પોલીસ અધિકારીઓ માટે શારીરીક અને માનસિક સ્વસ્થતા તથા તાણ મુક્ત જીવન કેવી રીતે જીવવુ તે અંગે વિનામુલ્યે સેમિનારનુ આયોજન કરવામાં આવ્યુ છે. પોલીસ પરિવાર માટે સેમિનાર અંગે IAP ગુજરાત સ્ટેટ બ્રાંચના એક્ઝીક્યુટીવ મેમ્બર-સમગ્ર સૌરાષ્ટ્રનુ પ્રતિનિધિત્વ કરતા ડો. ભાવેશ ભાઈ ઠોરીયાએ જણાવ્યુ છે કે કાયદો અને વ્યવસ્થા અને જાળવવાના હેતુસર પ્રજાના રક્ષક એવા પોલીસ અધિકારીઓએ સતત શારીરીક અને માનસિક તાણમા જીવન વ્યતીત કરવુ પડતુ હોય છે જેના પરિણામે તેમને વિવિધ તકલીફો થવાની શક્યતાઓ રહેલી છે. સામાન્ય નાગરીકો પોતાનુ જીવન શાંતિથી જીવી શકે તે માટે પોલીસ અધિકારીઓ કટીબધ્ધ હોય છે. લોકો દીવાળી, દશેરા, ઈદ સહીતના તહેવારો પરિવાર સાથે માણી શકે છે પરંતુ એક પોલીસના જીવનમા હંમેશા બંદોબસ્ત સિવાય કશુ પ્રાપ્ત થતુ નથી. તેઓ પોતાના પરિવાર સાથે તહેવાર માણી શકતા નથી. તેમના આ બલીદાનને બિરદાવવાના હેતુસર શાંતિ ફીઝીયોથેરાપી ક્લીનીક દ્વારા ૧૭મી વર્ષગાંઠની ઉજવણી તેમની સાથે કરવાનુ નિર્ધારિત કર્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડો.ભાવેશ ભાઈ ઠોરીયા ની શાંતિ ફીઝીયોથેરાપી ક્લીનીકમા ૧૪ નિષ્ણાંત ફીઝીયોથેરાપિસ્ટ્સની ટીમ દ્વારા ૪૫૦૦૦ થી વધુ લોકોને સારવાર આપવામા આવી છે. કોઈ પણ પ્રકારની શારીરીક તકલીફો જેવી કે કરોડરજ્જુ, હાડકા, નસ, મગજ, જડબા સહીતના અંગોની સારવાર ઉપલબ્ધ છે. તે ઉપરાંત મનોવિકલાંગ તેમજ શારિરીક માનસિક તકલીફો વાળા બાળકો માટે પણ અલગ વિભાગ કાર્યરત છે. અત્યાધુનિક સાધનોથી સુસજ્જ આ ક્લીનીક દ્વારા મોઢા તેમજ જીભ ના કેન્સર ની સારવાર બાદ જકડાય ગયેલ જડબું કે ડોકની સારવાર તેમજ બ્રેસ્ટ કેન્સરની સારવાર બાદ હાથમા આવતા સોજાની સારવાર ઉપલબ્ધ છે. વ્યવસાયની સાથે સમાજસેવાના હેતુસર ચાલતી આ ક્લીનીક સફળતાપૂર્વક ૧૭ વર્ષ પૂર્ણ કરી ૧૮મા વર્ષમા મંગલપ્રવેશ કરી રહી છે ત્યારે પોલીસ અધિકારીઓ માટે વિનામૂલ્યે સેમિનાર યોજવામા આવશે જે પ્રશંસનીય કામગીરી બદલ શહેરના તબિબોએ ડો.ભાવેશ ઠોરીયાને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne