પાટિયા ગ્રુપ હળવદ દ્વારા 250 સાલ, 250 ટોપી સહિત કુલ 540 ગરમ કપડાંનું વિતરણ કરાયું હળવદ : હળવદ ખાતે પાટિયા ગ્રુપ દ્વારા આજ રોજ સ્વ. હસુમતીબેન મણીલાલ દવેની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે કડકડતી ઠંડીમાં મધ્ય વર્ગીય પરિવારના સભ્યોને રાહત મળે તેવા શુભ આશયથી ગરમ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું. આ દરમ્યાન 250 ગરમ કચ્છી ભરત ભરેલી ઉચ્ચ ગુણવતા વાળી સાલ 250 ગરમ ટોપી, સારી ક્વોલિટીના 20 જેકેટ અને 20 સ્વેટર એમ કુલ 540 નંગ ગરમ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જેમને જરૂર હતી તેમને તેમના ઘર આંગણે આ ગરમ કપડાં પહોચાળવામાં આવ્યા હતા. તેમજ કોઈ જાહેર વિતરણ કાર્યક્રમની જગ્યાએ પાટિયા ગ્રુપના સભ્યો દ્વારા તેઓના ઘરે અથવા દુકાને રૂબરૂ જઇ સન્માન પૂર્વક આ ગરમ કપડાં પહોચાડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મધ્યમ વર્ગીય પરિવાર કે જેઓની સીમિત આવક હોઈ છે અને પરિવારનું ગુજરાન સીમિત આવકમાંથી ચલાવવું પડતું હોય છે. ત્યારે આ પરિવારો પોતાની વ્યથા કોઈને કહી પણ શકતા નથી. આવા પરિવારો સુધી આ કડકડતી ઠંડીમાં રાહત મળે તેવા શુભ આશયથી ગરમ કપડાં પહોચળવામાં આવ્યા હતા. આ સેવાકાર્ય દ્વારા સ્વ. હસુમતીબેન દવે અને તેમના પુત્રો ધર્મેન્દ્રભાઈ દવે, જીતુભાઈ દવે અને વિપુલભાઈ દવે (બિલ્ડર અમદાવાદ) દ્વારા સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા પાટિયા ગ્રુપના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.